ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃ યુીબીએસ/ ૧૦૯૮/૧૨૧૭/ઘ તા.૩૦/૦૬/૧૯૯૮થી કેન્દ્ર સરકારની સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજનાના અમલીકરણ માટે રાજય સરકાર દ્વારા દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાએ ડીસ્ટ્રીકટ અર્બન ડેવલપમેન્ટ એજન્સી (ડુડા)ની રચના કરવામા આવેલ છે. આ એજન્સીના ચેરમેન તરીકે હોદાની રૂએ જિલ્લા કલેકટરશ્રી છે. જે જિલ્લામા અધિક કલેકટરની નિમણુક કરવામા આવી છે તે જિલ્લામાં અધિક કલેકટર અને જે જિલ્લામા અધિક કલેકટરની નિમણુક કરવામા આવી નથી તે જિલ્લામાં જિલ્લા આયોજન અધિકારીની ડુડાના સભ્ય સચિવ તરીકે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃ યુીબીએસ/ ૧૦૯૮/૧૨૧૭/ઘ તા.૨૧/૧૨/૧૯૯૮થી નિમણુક કરવામા આવી છે. જુનાગઢ જિલ્લામાં અધિક કલેકટર તરીકે નિમણુક થયેલ હોય જુનાગઢ ડીસ્ટ્રીકટ અર્બન ડેવલપમેન્ટ એજન્સી (ડુડા)ના સભ્ય સચિવ તરીકે નિવાસી અધિક કલેકટર હોદાની રૂએ ફરજ બજાવે છે.